મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં છાતીના દુખાવાથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધાનું મોત


SHARE











મોરબીમાં છાતીના દુખાવાથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધાનું મોત

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ ગઈકાલે સાંજે તેઓના ઘેર એસિડ પી લીધુ હતુ જેથી તેઓને મોરબીની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજયુ હતું અને બીમારી સબબ કંટાળી જઈને વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યુ હોવાનું ખુલ્યું હતું હાલ પોલીસે બનાવની નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ દુર્લભ પાર્ટી પ્લોટની પાછળ આવેલ આનંદનગર વિસ્તારમાં મહાદેવ મંદિર વાળી શેરીમાં રહેતા કસ્તુરબેન વેલજીભાઈ ગોવિંદભાઈ વાઢેર જાતે સુથાર નામના ૬૫ વર્ષના વૃદ્ધા ગઈકાલે તા.૪ ના સાંજના સાડા છએત વાગ્યાના અરસામાં તેઓના ઘેર એસીડ પી લીધું હતું જેથી તેઓને મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાનું જણાવાતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કસ્તુરબેન વેલજીભાઈ વાઢેર નામના સુથાર વૃદ્ધાનું મોત નિપજયુ હતું બનાવ સંદર્ભે તેમના પુત્ર પ્રકાશ વેલજીભાઈ વાઢેર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે જાહેરાત કરી જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેઓની માતા કસ્તુરબેનને છાતીનો દુખાવો રહેતો હતો અને દવાઓ કરવા છતાં પણ ફેર પડતો ન હોય તે બાબતે કંટાળી જઈને તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જેના પગલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજેલ છે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના નંદરામ મેસવાણિયા દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરી આ અંગે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઈજા

મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ અકબરઅલી વેગડા નામના ૮૯ વર્ષના વૃદ્ધ જેલ ચોક તરફથી નાની બજાર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેઓને પાછળના ભાગેથી હડફેટ લેતા અબ્બાસભાઈને ઇજાઓ થતા ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયા હતા જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના નવી ટીંબડી ગામે હનુમાન મંદિર પાસે રહેતો જીગ્નેશ રમેશભાઈ સાબરીયા નામનો ૧૭ વર્ષનો યુવાન તેના ભાઈના બાઈકની પાછળ બેસીને જતો હતો અને તેઓ જ્યારે પીપળી તરફથી ટીંબડી જતા હતા ત્યારે રસ્તામાં લોર્ડ્સ હોટલ નજીક તેઓના બાઇકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી સર્જાયેલ વાહન અકસ્માતમાં જીગ્નેશ સાબરીયાને ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો






Latest News