મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૯ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: નવ જુગારી પકડાયા

મોરબી શહેરના વીસીપરામાં રોહીદાસ પરાના વંડા પાસે અને વાવડી રોડે ગાયત્રી નગર પાસે જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને નવ જુગારી પકડાયા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર રોહીદાસ પરામાં વંડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવિંદભાઈ ચૌહાણ (૨૭), મનીષભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (૩૧), જીગ્નેશભાઈ મનસુખભાઈ મકવાણા (૩૦), આસિફભાઇ યુનુસભાઈ સુમરા (૩૦), ગૌતમભાઈ ઉર્ફે ગવો દલપતભાઈ ચૌહાણ (૨૬) આસમભાઈ ઉર્ફે રાજા જુમાભાઈ સુમરા (૨૪) અને શબ્બીરભાઈ કાસમભાઇ સુમરા (૩૧) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૩૨૩૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વરલી જુગાર

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢૂલી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે નિલેશ ભવાનભાઈ પાડલીયા જાતે પટેલ (૩૫) રહે. ગાયત્રી નગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૧૦૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ દ્વારા કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા રહે. ગાયત્રી નગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

જયારે જુગારની બીજી રેડ વાવડી રોડ ઉપર ગાયત્રી નગર સોસાયટીના નાકા પાસે કરવામાં આવી હતી અને ત્યાં વરલી જુગારના આંકડા લેતા પ્રતિકભાઇ મહાદેવભાઇ પરમાર જાતે દરજી (૩૫) રહે. ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૧૦૧૨૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા રહે. ગાયત્રી નગર સોસાયટી વાળા પાસે કપાત કરાવતો હોય તેનું નામ સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News