ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના કાવેરી સિરામિક પાસે ચા લેવા માટે રોડક્રોસ કરતો યુવાન અજાણ્યા ટ્રેકટરની હડફેટ ચડી જતા અમદાવાદ ખસેડાયો


SHARE











મોરબીના કાવેરી સિરામિક પાસે ચા લેવા માટે રોડક્રોસ કરતો યુવાન અજાણ્યા ટ્રેકટરની હડફેટ ચડી જતા અમદાવાદ ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટકથી માળિયા હાઇવે તરફ આવેલ કાવેરી સિરામિક પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા ટ્રેક્ટર ચાલાકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મૂળ જગન્નાથપુરી (ઉત્તરપ્રદેશ) નો રહેવાસી રાધેશ્યામ ઉર્ફે ધર્મેન્દ્ર શિવકરણ કરતારામ રાજપુત નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા.૨૭-૧૨ ના સવારે નવેક વાગ્યાના અરસામાં ચા લેવા માટે જતો હતો તે સમયે કાવેરી સિરામિક પાસે રસ્તો ઓળંગતા સમયે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે તેને હડફેટે લીધો હતો.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા રાધેશ્યામ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ રાજપુત નામના મૂળ યુપીના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલમાં અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હોસ્પિટલ સુત્રો તરફથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીના ગુનામાં જેલ હવાલે

મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા દ્વારા કલમ ૩૦૭ (ખુનની કોસીશ) સહિતની કલમો હેઠળ કાનજી ડાયાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા આહિર (ઉમર ૨૭) હાલ રહે.ભક્તિનગર શેરી નંબર-૨ પ્રમુખ દવાખાનાવાળી શેરી વાવડી તા.જી.મોરબી મૂળ રહે.ફડસર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે પોલીસ સૂત્રો દ્વારા વધુમાં જણાવ્યા મુજબ મોરબીના વાવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલ ગુનામાં કાનજી કુંભારવાડિયાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાતા તેને જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે મોડી રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ખેતર નજીકથી પસાર થઈ રહેલા મિરાજ સલમાનગીરી હુસેન નામના ૨૫ વર્ષીય એસ્ટોનિયા સીરામીકના લેબર કવાટરમાં રહેતા યુવાન ઉપર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.સંભત: લુંટના ઇરાદે થયેલા હુમલામાં મિરાજભાઈ સલમાનગીરીને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બેલા રંગપર નજીક આવેલ લેમન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા ગાનોભાઈ સિદ્ધુભાઈ આદિવાસી નામના મજુર યુવાનને પણ જેતપર રોડ ઉપર અજાણ્યા માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે અંગે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News