વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧લી જાન્યુઆરી થી ૪૫ દિવસ સુધી પ્રવેશબંધી
ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું
SHARE
ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું
ટંકારા મુકામે સર્કિટ હાઉસ સામે આંબેડકર ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભંતે પ્રજ્ઞારત્ન થેરો (પોરબંદર ધ ગ્રેટ અશોક બૌદ્ધ વિહાર), ભંતે આનંદ અમરાવતી(મહારાષ્ટ્ર), આયુસ્યમાન સંજય મેસરામ (નાગપુર), ભંતે પથિકની ઉપસ્થિતિ હતી અને બહારથી આવેલ મહેમાનો ડો. જ્યંતીભાઈ માકડીયા, પ્રો. સુનિલભાઈ જાદવ, M.B. પારિયા, પરમાર હમીરભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા, સેલિબ્રિટી સ્વરા, યુક્તિ રાઠોડ, હારીન રાઠોડ, કચ્છથી સિંહલ રાજ મેરિયા, અશોકભાઈ શીંધવ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ ટંકારા લતિપર ચોકડીયેથી શોભાયાત્રા નીકળી આંબેડકર હોલ ખાતે બન્ને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને સિલ્ડ, પ્રમાણપત્ર, તેમજ બંધારણ ભેટમાં આવ્યું હતું, ત્યાર બાદ આવેલા મહાનુભાવોએ સમાજની પ્રગતિ માટે પોતાના અમૂલ્ય શબ્દો કહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા આંબેડકર હોલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા









