મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, પોલીસ નિંદ્રાધીન : માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાંથી ૧.૪૭ લાખના મુદામાલની ચોરી


SHARE







તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, પોલીસ નિંદ્રાધીન : માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાંથી ૧.૪૭ લાખના મુદામાલની ચોરી

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવ્યા હતા જે પૈકીનાં એક મકાનમાંથી તસ્કરો રોકડા ૨૭૦૦૦ અને દાગીના મળીને ૧૪૭૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના સરવડ ગામે તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ હોય તેવો ઘાટ સર્જાયો હતો અને એકી સાથે નવ બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવ્યા હતા જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તેમાંથી મોટાભાગના મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા તેની માહિતી સામે આવી ન હતી જો કે, સરવડ ગામમાં જ રહેતા અમ્રુતલાલ છગનલાલ લોદરીયા જાતે પટેલ (૫૦)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મકાનના તાળાં તોડવામાં આવ્યા છે અને કબાટમાં રાખવામાં આવેલ ૨૭૦૦૦ રોકડા તેમજ ૧૨૦૦૦૦ ના દાગીના આમ કુલ મળીને તસ્કરો ૧૪૭૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News