મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩.૨૪ લાખના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં ૨૩.૨૪ લાખના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમને તસ્કરોએ નિશાના બનાવ્યું હતું અને ત્યાં મૂકવામાં આવેલ સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર આમ કુલ મળીને ૨૩.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પાંચ આરોપી પકડાયેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ એનસી-૭ પંપીંગ સ્ટેશન ખાતે રહેતા નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવડિયા જાતે પટેલ (૩૩) એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગોડાઉનમાંથી તસ્કરો ૭ સબમર્સીબલ પંપ, ૧૧ ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયર આમ કુલ મળીને ૨૩,૨૪,૩૪૪ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી, કચ્છ અને રાજસ્થાનના કુલ મળીને પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીના માલને વેચીને મેળવેલ બે લાખ રૂપિયા, બે ક્રેટા ગાડી, બે બોલેરો ગાડી સહિત કુલ મળીને ૪૩,૭૮,૬૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો

આ ગુનામાં પકડાયેલ સુનીલભાઇ મનજીભાઇ સોલંકી જાતે ભીલ (૨૩) રહે. હાલ સોઓરડી ઉમીયાનગર નર્મદા કારખાનાની બાજુમાં છાપરા વાળા મકાનમાં મોરબી, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ (૪૨) રહે. કાટોલ ગામ તાલુકો સાંચૌર (રાજસ્થાન), બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર જાતે મારવાડી (૫૦) રહે. હાલ ચરાવડવા કે.ટી. મીલ પાવર હાઉસ સામે તાલુકો હળવદ મુળ ડીડવણા દેવનારાયણ મંદિર પાસે તાલુકો આમેઠ (રાજસ્થાન) અને દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા જાતે ભીલ (૨૦) રહે. ગળપાદર નવી જેલ પાછળ મફતીયાપરા પતરા વાળા મકાનમાં તાલુકો ગાંધીધામ કચ્છ અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી જાતે ચૌધરી પટેલ (૩૩) રહે. વસ્ત્રાલ સમૃધ્ધગ્રીન સોસાયટી જી. ફલેટ નં-૫૦૧ તનમન ચોકડીની બાજુમાં તાલુકો અમદાવાદ મુળ રાજસ્થાન વાળાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News