મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરીને માહિતી મેળવી


SHARE







મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરીને માહિતી મેળવી

વિદ્યાર્થીઓએ કોલેજમાં અભ્યાસ કરતાં હોય ત્યારે જ તે માર્કેટથી વાકેફ થાય તે માટે કોમર્સના વિદ્યાર્થીઓની ફેકટરી વિઝિટ ગોઠવવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની બી. કોમ સેમ-૬ ની વિદ્યાર્થીનીઓ માટે ઇન્ડસ્ટ્રી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વરમોરા બ્રાન્ડની કોન્ફી સેનેટરીવેર ફેકટરીની મુલાકાત લીધી હતી તે સમયે વિનોદભાઈ, ભવાનભાઈ તથા ગોવિંદભાઈએ સેનેટરીવેરની તમામ પ્રોસેસ સમજાવી હતી ત્યાર બાદ દિયાન પેપરમિલની મુલાકાત લીધી હતી ત્યારે વેસ્ટમાંથી પેપર તૈયાર થવાની આધુનિક મશીનરી વિષેની માહિતી વિદ્યાર્થિનીઓએ મેળવી હતી અને ત્યારે કંપની તરફથી દરેક વિદ્યાર્થિનીઓને વોલ ક્લોક ભેટ આપવામાં આવી હતી ત્યારે કંપનીના ડિરેક્ટર મનીષભાઈ, જયદીપભાઈ સહિતના હાજર રહ્યા હતા તેવી જ રીતે મોઝાર્ટ વિટ્રીફાઇડની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીનીઓને કંપનીના ડિરેક્ટર ધ્રુવભાઈ, ધર્મેન્દ્રભાઈ, કિશનભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ વરમોરા ટાઇલ્સ ફેકટરીની મુલાકાત લીધેલ હતી ત્યારે ત્યાં ટાઇલ્સની અવનવી ડિઝાઇન, સાઇઝ તથા કેટેગરીની માહિતી પ્રકાશભાઈ કાચરોલાએ આપી હતી અને કંપનીના એમ.ડી. ભરતભાઈ વરમોરાએ ઉદ્યોગ વિષેની માહિતી આપી હતી તો કાસા વિટ્રીફાઈડ, વેરોના વિટ્રીફાઈડનાં ડિરેક્ટર પંકજભાઈએ વિદ્યાર્થિનીઓને જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી આપી હતી આ મુલાકાતમાં પ્રવાસની પ્રેરણા કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.કે. પટેલ દ્વારા આપવામાં આવી હતી અને એમ.વી. દલસાણિયા તથા સ્ટાફના નિશાબેન, ડિમ્પલબેન સહિતનાઓના સહયોગથી સફળ પ્રવાસનું આયોજન થયું હતું.






Latest News