મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

RSS ના સર સંઘ ચાલક મોહન ભાગવત મોરબીથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના


SHARE







RSS ના સર સંઘ ચાલક મોહન ભાગવત મોરબીથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાના ઘરે તેમણે રોકાણ કર્યું હતું અને ત્યાં જ ભોજન પણ લીધું હતું અને બપોરે ચાર વાગ્યે તેઓ રાજકોટ એરપોર્ટ તરફ બાયરોડ જવા માટે રવાના થયા હતા

કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન અંજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ૩૫૦ જેટલાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્રણ દિવસની આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ગામમાં ઓછામાં ઓછી એક શાખા કાર્યરત થાય તે જોવા માટે પદાધિકારીઓને કહ્યું હતું અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી જો કે, આ બેઠક પૂરી કરીને આજે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પરત જવા માટે અંજારથી બાયરોડ રાજકોટ તરફ જતા હતા ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયાના ઘરે બપોરે સાડા અગિયાર વાગ્યાના આરસમાં આવ્યા હતા અને બપોરે ચાર વાગ્યા સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા દરમ્યાન ડો.જયંતિભાઈ ભાડેશિયાના પરિવારને મળ્યા હતા અને તેની સાથે ભોજન પણ  લીધું હતું અને ત્યાર બાદ તેઓ અહીથી રાજકોટ એરપોર્ટ જવા માટે રવાના થશે વધુમાં ડો.જયંતિભાઈ ભાડેશિયાએ જણાવ્યુ હતું કે, પરિવારના હલચલ પૂછ્યા હતા અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી હતી






Latest News