તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં લૂણસર ગામ પાસેથી ૧૨,૨૮,૮૦૪ ની ખનીજ ચોરી


SHARE











વાંકાનેર તાલુકાનાં લૂણસર ગામ પાસેથી ૧૨,૨૮,૮૦૪ ની ખનીજ ચોરી: ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાની હદમાં જીવાપર નેસ લુણસર ગામના સર્વે નંબર વાળી સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી હતી જેથી ખનીજ ચોરી કરનારાઓને દંડ ભરવા માટે નિયમ મુજબ સમય આપવામાં આવ્યો હતો જો કે, તેને દંડની રકમ ભરી ન હોવાથી હાલમાં રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા ૩૭૭૮.૮૯ મેટ્રીક ટન ખનીજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ૧૨,૨૮,૮૦૪ ની ખનીજ ચોરી કરનાર શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા માહિતી મુજબ મોરબીમાં ગેંડા સર્કલ પાસે આવેલ ૧૦૫-ફ્લોરા હોમ્સમાં રહેતા અને મોરબી ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રવીભાઇ કિશોરભાઇ કણસાગરા જાતે પટેલ (૨૭) એ હાલમાં વેલાભાઇ નારણભાઇ સાટીયા રહે. મોરથળા તાલુકો થાનગઢ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે અને તેમાં તેમણે જણાવ્યુ છે કે, ગત તા. ૨૨/૦૭/૨૦૨૨ થી લઈને તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં આરોપીઓએ જીવાપર નેસ લુણસર સર્વે નં. ૭૮૩/૧ પૈકીની સરકારી પડતર જગ્યામાંથી ખનીજની ચોરી કરેલ છે અને આરોપીઓએ એસ્કેવેટર મશીન નં. HYNDN633KE0005550 ના વાહનથી સરકારી જમીનમાંથી ગેરકાયદે કોઈ પાસ પરમીટ કે લીઝ મંજૂરી વગર ખોદકામ કરીને ૩૭૭૮.૮૯ મેટ્રીક ટન ખનીજની ચોરી કરેલ છે અને પર્યાવરણીય નુકશાની કર્યું હોવાથી હાલમાં તેને કુલ ૧૨,૨૮,૮૦૪ ની ખનીજ ચોરી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપીને દંડની રકમ ભરવા માટેનો નિયમ મુજબ સમય આપવામાં આવ્યો હતો જો કે, આરોપીએ દંડની રકમ ભરેલ નથી જેથી કરીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-૧૯૫૭ ની કલમ-૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ-૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર.-૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News