મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના મધુપુર ગામે મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના મધુપુર ગામે મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ મધુપુર ગામે રહેણાંક મકાનમાં તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૬૦ બોટલો સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૧ હજાર રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ મધુપુર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં કુલદીપસિંહ વિભાજી જાડેજાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે બાથરૂમમાંથી દારૂની ૬૦ બોટલો મળી આવી હોય પોલીસે ૫૧૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કુલદીપસિંહ વિભાજી જાડેજા જાતે દરબાર (ઉમર ૩૧) રહે. વિદ્યુતનગર મકાન નં-૪૪ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ નવયુગ સ્કૂલ પાસેથી કરમ એલિસભાઈ રામોલિયા (ઉંમર ૧૦) રહે. પુનિતનગર વાળો બાળક સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે સાયકલ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News