વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે: નીલકંઠ સ્કૂલમાં તુલસી પૂજન કરાશે


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શનિવાર  અને રવિવાર એમ બે દિવસ સંસ્કૃતિ ઉત્સવ અને તુલસી પર્વની ઉજવણી કરવામાં આવશે અને આ વર્ષે સાતમી વખત સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવવામાં આવશે.

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાશે અને તા ૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન તુલસી દિવસ નિમિતે તુલસી પૂજનઆરતીતુલસીનું મહત્વતુલસી રોપા વિતરણતુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ વખતે સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે. ત્યારે તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ડિસેમ્બરના તુલસી પર્વ-૧ નર્સરીથી ધોરણ ૫ ના બાળકો માટે અને તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ તુલસી પર્વ-૨ ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે તેની યાદીમાં જણાવ્યૂ છે.

 

નીલકંઠ સ્કૂલ

૨૫ મી ડિસેમ્બરની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. અને ક્રિસમસ ટ્રિ ને લાઇટિંગ કરવામાં આવે છે જો કે, મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા ૨૫મી ડિસેમ્બરની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવામાં આવશે અને તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસી પૂજન અને તેના મહત્વ વિશે સમજણ આવે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ મી તારીખે તુલસીનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે






Latest News