મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ જ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં સર્વ જ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડૉ.પરેશ પારીઆની એક યાદીમાં જણાવવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે જેમાં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓના સંતાનોને પ્રથમ અગ્રયતા આપવામાં આવશે.ત્યારે બાદ સામાજિક અને આર્થિક પછાત તેમજ આર્થિક નબળા પરિવારના સંતાનોને લાભ આપવામાં આવશે.

આગામી તા.૧૨-૩-૨૩ના રોજ મોરબી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે જેના ફોર્મ તા.૨૬-૧૨-૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧ સાંજે ૪ થી ૭ દરમિયાન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ઓફિસ, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલવે સ્ટેશનની સામે, મોરબી ખાતેથી મળશે.ફોર્મ તા.૧૫-૧-૨૩ સુધી ભરાશે અને ભરેલા ફોર્મ તા.૩૦-૧-૨૩ સુધીમાં સ્વીકારવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવમાં કન્યાને કરિયાવરમાં ૭૦ થી વધુ ઘરવખરીની આઇટમો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારજનો તેમજ આયોજક સમિતિમાં જોડાવવા માંગતા અને કન્યાદાનનું પૂણ્ય કમાવવા માંગતા દાતાઓ ર્ડા.પરેશ પારીઆ (મો.૮૭૩૨૯ ૧૮૧૮૩) અને ચંદ્રકાંતભાઈ દફતરી (મો.૯૮૨૫૨ ૨૩૧૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News