ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેકિંગ દરમ્યાન ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાઇ


SHARE







મોરબીમાં ચેકિંગ દરમ્યાન ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાઇ

મોરબી પંથકમાં પીજીવીસીએલની જુદીજુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ ૩૮ સ્થળેથી ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડાયેલ છે અને મોરબી પાલિકાએ સીટી બસનો કોન્ટ્રાકટર જેને આપેલ છે તેના  દ્વારા ગાંધીચોકમાં વીજપોલ ઉપરથી ડાયરેકટ કનેક્શન લઈને વીજ ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને તેને દોઢ લાખનો દંડ કર્યો છે. 

મોરબી પીજીવીએએલની જુદીજુદી ટીમો દ્વારા મોરબીમાં વીસીપરાકાલિકા પ્લોટજોન્સનગર સાહિતના વિસ્તાર તેમજ ઘુંટુ રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ મળીને ૩૮ કનેક્શનમાં ચોરી સામે આવી હતી જેથી કરીને ૧૦ લાખથી વધુની વીજ ચોરી પકડવામાં આવી છે અને ખાસ કરીને મોરબી પાલિકાએ સીટી બસનો કોન્ટ્રાકટર જેને આપેલ છે તે પાર્ટી દ્વારા ગાંધીચોકના પાર્કિંગમાં કોઈપણ પ્રકારનું મીટર લીધા વગર કન્ટેનરમા ઓફીસ શરૂ કરવામાં આવી હતી અને વીજપોલ ઉપરથી સુધી જ કનેક્શન લઈ લેવામાં આવ્યું હતું જેથી કરીને વીજ ચોરી કરવામાં આવી રહી હોવાથી સીટી બસના કોન્ટ્રાક્ટરને દોઢ લાખથી વધુનો દંડ પીજીવીએએલના અધિકારી કર્યો છે.






Latest News