મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ વેળાએ લોકો ઉમટી પડ્યા


SHARE







મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ વેળાએ લોકો ઉમટી પડ્યા

ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કવિઓ સાથે કવિસમેલાનોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા કવિ અને કોરોના કાળમાં "કોરોના સે ડરોના" જેવી ટેલીફિલ્મ બનાવી લોકોમાં સંદેશો પહોંચાડનાર મોરબીધ્રુવનગરના જાણીતા કવિ,લેખક રાજુભાઈ કુકરવાડીયા (વ્યાસ) નિર્મિત એક અલગજ સંદેશ આપતા ગીતમાં  સુપ્રસિદ્ધ કલાકાર સૂર્યકિરણ રાવતશર્મિષ્ઠા મકવાણાઈશ્વર સમિકારહેમાલી ગોહિલસુર્યદીપ રાવતસંજય નાયક સહિતનાં કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. 

એક અલગ જ થીમ કે જેમાં લોકભવાઈની ઉત્પતિથી લયને વર્તમાન સમયમાં ભવાઇનું સ્થાનને આવરી લેવા સાથે અલગજ પ્રકારના ગીતમાં કંડોરી લેવાના શૂટિંગ સમયે લોકોના ટોળા ઉમટયા હતા નાયકભોજકવ્યાસ સમાજની ગૌરવ ગાથાવેદના વ્યથાને સંવેદનાને વાચા આપતા નિર્માતા રાજુભાઈ કુકર્વડીયાના ગીતના ફિલ્માંકન પૂર્વે રાજેશભાઈ એ સુકનનું શ્રીફળ વધેર્યું હતુ તો કલાકાર જયદિપ ડાભીએ કેમેરો ઓન કરી શુભમુહુર્ત કર્યુ હતું અને વાવડી ગામના છાપરીવાળા હનુમાન મંદિરે કલાકારોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ગીતોની દુનિયામાં એક અલગજ અંદાજમાં સૂટ થયેલ અંદાજે ૧૫ થી ૧૭ મિનિટના આ ગીતના ગીતકારકંપોઝરગાયક,ડાયરેક્ટર ઉપરાંત સૂર્યકિરણ રાવત કલાકાર પણ છેજયારે રંજન રાઠોડડીઓપી હિતેશ મહેતા સહિતના કસબીઓ હોવાનું નિર્માતા રાજેશભાઈ કુકરવાડિયાયે જણાવ્યુ હતુ.






Latest News