મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે


SHARE







મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે

મોરબીના મકનસર ગામમાં સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૬ થી ૧ જાન્યુઆરી સુધી આ રામદેવ રામાયણ ચાલશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના રામધન આશ્રમ ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજશે અને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો જેવા કે, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી વિગેરે ઉજવવામાં આવશે આ કથા તા. ૨૬ ના રોજે બપોરે ૧: ૩૦ વાગ્યે શરૂ થશે અને દરરોજ દોઢથી સાંજના છ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે જેથી કરીને આયોજક લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે

લોકડાયરો યોજાશે

મોરબીના માધાપર ઓજી વિસ્તારમાં શક્તિધામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૩ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે આ લોકડાયરો યોજાવાનો છે જેમાં વિવેક સાંચલા, અપેક્ષા પંડ્યા અને ગોવિંદ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે માટે આ લોકડાયરાને માણવા માટે જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા લોકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું






Latest News