મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી


SHARE







પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી

પાલીતાણા ખાતે જૈન મંદિરે હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન કરવાની મોરબી જૈન સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલી મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવી હતી અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ આવરા તત્વો હુમલા કરતા હોવાથી આવા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 






Latest News