મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું

ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત) દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહ મિલન મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રાખવામા આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવા કાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી. રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તો મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે અને સેવા સંસ્થા સ્નેહ મિલનના આ કાર્યક્રમને કનકેશ્વરી દેવીજીએ બિરદાવ્યો હતો. આ તકે અલગ અલગ સેવા સંસ્થાના કાર્યકરોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓમોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયામોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા






Latest News