મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ જેલ હવાલે: પોલીસે મોબાઈલ જપ્ત કર્યો


SHARE







મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ જેલ હવાલે: પોલીસે મોબાઈલ જપ્ત કર્યો

મોરબીમાં હિન્દુ છોકરીને હિન્દુ નામ ધારણ કરીને ફસાવી હતી અને ત્યાર બાદ મુસ્લિમ યુવાન દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને ધાકધમકી આપીને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો જેથી કરીને યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા પરિવારની યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી કે, આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસતે ધો. ૧૦ માં ભણતી હતી ત્યારે ચિઠ્ઠી ફેંકીને તેનો સંપર્ક કર્યો હતો અને તેનું નામ અશોક હોવાનું જણાવ્યુ હતું ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. અને યુવાન તેને ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે શરીર સબંધ બળજબરીથી બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને અવારનવાર તે બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. જો કે, આ શખ્સનું સાચું નામ આસિફ હોવાનું સામે આવ્યું હતું જેથી યુવતીએ દુષ્કર્મ આચારીને ધરાર લગ્ન કરવા દબાણ કરનારા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને આરોપી આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીનો મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલ છે






Latest News