મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા


SHARE







મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બને તે માટે થઈને ભાજપના ટેકેદારોને સમર્થકો દ્વારા માનતા રાખવામાં આવી હતી અને આજે વાંકાનેર તાલુકામાં આવતા ખોડીયાર મંદિર ખાતે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા તેની માનતા પૂરી કરવામાં આવી હતી ત્યારે ભાજપના વિજેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી ત્યાં હાજર રહ્યા હતા અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા માટેની ચૂંટાયેલા ધારાસભ્યોએ ખાતરી આપી હતી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય પૈકીની બે બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તે માટે થઈને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે જોકે ભાજપ દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈ સોમાણી ની ટિકિટ ફાઇનલ કરવામાં આવી ત્યારે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા આ બંને લડાયક નેતાનો વિજય થાય તે માટે થઈને માનતાઓ રાખવામાં આવી હતી અને આવી જ રીતે મોરબીમાં નવા ડેલા મિત્ર મંડળના ચંદ્રેશભાઇ અને ડો. દિલીપભાઈ દ્વારા માટેલ ખોડીયાર મંદિરે 52 ગજની ધજા ચઢાવવાની માનતા રાખી હતી જે આજરોજ વાંકનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર મંદિર ખાતે પૂરી કરવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણી બંને ત્યાં હાજર રહ્યા હતા જોકે દુર્લભજીભાઇ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા ને પણ ત્યાં હાજર રહેવા માટે થઈને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અન્ય કાર્યક્રમ માટે વ્યસ્ત હોવાના કારણે તે ત્યાં આવી શક્યા ન હતા પરંતુ તમામ ધારાસભ્ય વતી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના લોકોની સુખ સુવિધામાં વધારો થાય અને સરકારની તમામ યોજનાઓનો લાભ મોરબી જિલ્લાના લોકોને મળે તે પ્રકારની કામગીરી મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે






Latest News