મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં લવ જેહાદ..?! : આસિફે અશોક નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું


SHARE







મોરબીમાં લવ જેહાદ..?! : આસિફે અશોક નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

મોરબીમાં હિન્દુ છોકરીઓને ફસાવવા માટે વિધર્મી તત્વો દ્વારા જુદાજુદા પેંતર કરવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં એક વિધર્મી યુવાને હિન્દુ નામ ધારણ કરીને સગીરાને ફસાવી હતી અને ધાકધમકી આપીને તેની સાથે વિધર્મી યુવાન દુષ્કર્મ આચરતો હતો જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ છે. જેથી પોલીસે આગળની કાર્યાવહી કરેલ છે.

મોરબી શહેરમાં અગાઉ પણ વિધર્મી તત્વો દ્વારા હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવી હોવાનુ સામે આવી ચૂક્યું છે ત્યારે તાજેતરમાં મોરબીમાં રહેતા પરિવારની યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસ મોરબી વાળો તે પાંચ વર્ષ પહેલા ધો. ૧૦ માં ભણતી હતી ત્યારે ચિઠ્ઠી ફેંકીને આપી હતી અને સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું. અને ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા કહ્યું હતું ત્યારે તેને ના કહેતા આ શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને અવારનવાર તે બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. જો કે, આ શખ્સનું સાચું નામ આસિફ છે તે હમણાં સામે આવ્યું છે અને આ શખ્સે કામના સ્થળે યુવતી કામ કરતી હતી ત્યાં આવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ત્યાર બાદ યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે દુષ્કર્મ વખતે યુવતી સગીર હોય આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News