વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

અશ્લીલતાનું વરવું પ્રદર્શન રજૂ કરતી 'બેશર્મ રંગ ગીતવાળી ફિલ્મ 'પઠાણ'ને રિલીઝ થતી અટકાવવા તથા સોશિયલ મીડિયા સહિત પ્રત્યેક પ્લેટફોર્મ પરફિલ્મ કે તેના દ્રશ્યો દર્શાવવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યશરાજ ફિલ્મસ્ ની 'પઠાણફિલ્મ રિલીઝ થનાર છે. સૉશિયલ મીડિયા તથા અન્ય માધ્યમથી પ્રસારિત થયેલ ટીઝર તથા ફિલ્મી ગીતના દ્રશ્યો જોતા તેમાં દર્શાવવામાં આવેલ અશ્લીલતાથી ભરપૂર દ્રશ્યોસમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાય તે રંગના કોસ્ચ્યુમ તેમજ અન્ય બાબતો સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના બાલમાનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે છે.

આપણે સૌ એ બાબતથી સુપરિચિત છીએ કે ભારત સરકાર 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર ધરાવે છે. ઉચ્ચ શ્રેણીના લેખકફિલ્મ નિર્માતાસામાજિક સંસ્થાશિક્ષણ સંસ્થા તથા શિક્ષકસમાજ જ્યારે  વિવિધ પ્રકારના માધ્યમથી સંસ્કાર સિંચન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે સાર્વત્રિક વિરોધ થતી આ ફિલ્મમાં મૂલ્ય નિષ્ઠ બાબતોનો છેદ ઉડાડી ફક્ત અષ્લિલતાહિંસા તથા અવાસ્તવિક દ્રશ્યો બતાવી સમાજના પ્રત્યેક વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. જે સમાજ માટે ઘાતક છે.

સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠુરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસરડિરેક્ટર તથા કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવાનો આ યોગ્ય સમય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃતિ તથા વિદ્યાર્થી હિતમાં થિયેટરમીની થિયેટરસૉશિયલ મીડિયા તથા અન્ય તમામ પ્રકારના માધ્યમો પરથી આ ફિલ્મ તથા ફિલ્મના અંશ દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માગણી કરે છે. આ ઉપરાંત આવી ફિલ્મ બનાવનારા સૌ સામે સામાજિક જવાબદારી નિભાવવાની નિષ્ફળતા બદલ નોટીસ આપી ખુલાસો કરવા તથા ભવિષ્યમાં આવી હરકત ન કરે તે અંગે બાંહેધરી લેવા માંગ કરેલ છે






Latest News