મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE







મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આજે તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાઇ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને પ્રમુખ સહિતના હોદા માટે ઉભેલા ઉમેદવારોમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટણી કાઢવા માટે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે જ ફેંસલો આવી જશે

મોરબીની કોર્ટમાં આજે મોરબી બાર અશોસીએશનના પ્રમુખ  સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ છે અને તેના માટે મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે અને આ તમામ ઉમેદવારોમાંથી મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે વકીલો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં મોરબી બાર એસો.માં નોંધાયેલા ૪૮૬ વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સવારે ૧૦ થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે






Latest News