મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં યુવાનો-યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત  કરતો સેમિનાર યોજાયો


SHARE







મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં યુવાનો-યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત  કરતો સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા મુખ્ય વક્તા અશોકભાઈ સૈની અંબાજી ગાયત્રી મંદિર થી પધાર્યા હતા અને બીકોમ તેમજ બીએડ કોલેજના યુવાનો અને યુવતીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને વિશેષમાં એમને જણાવ્યું કે  "આજના વાલીની લાંબા સમયથી ફરિયાદ ચાલી રહી છે કે, ભારતીય યુવાઓ અમેરિકન અને યુરોપીયન સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે. ભારત અર્થતંત્ર, ભોજન, સંસ્કૃતિ સાથે વૈશ્વિક પર્યાવરણના સંદર્ભે ઝડપથી વિકાસ કરી રહ્યુ છે. ઉપરાંત આપણા યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને  ભારતની સમૃદ્ધિ ભૂલવી જોઈએ નહીં. દેશ સહેલાઈથી ટેકનોલોજીમાં હરણ ફાળ ભરી રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિમાં સંઘર્ષ  છે કારણ કે સંસ્કૃતિ આધ્યાત્મિકતા બુદ્ધિને ચોક્કસ રીતે ધારદાર કરે છે. આ સિદ્ધાંત ભૂતકાળમાં ખૂબ જ ભવ્યતા અને હોશિયારીથી પ્રસ્તુત કરવામા આવ્યો હતો. પણ બસો વર્ષની ગરીબીને કારણે, તે સમય સાથે ખોવાઈ ગયું છે. દરેક પેઢીને તેને ફરી આકારમાં લાવવા માટે મુક્તિ અને કલ્યાણ માટે અસરકારક સાધન બની રહે." આ સેમિનારને સફળ બનાવવા બીકોમના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી, બીએડના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સાપરિયા, કેમ્પસ ડાયરેક્ટર યતિનભાઈ રાવલ અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ સેમિનાર માટે સંસ્થાના વડા પી.ડી. કાંજીયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું






Latest News