મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા

મોરબીમાં અવાર નવાર મારામારી અને દારૂના ગુનામાં પકડાતાં શખ્સો સામે હદપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે હાલમાં ચારેય આરોપીઓને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજીક તત્વોઓને ડામવા માટે પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અવાર નવાર મારામારી, દેશીદારૂના ગુના પકડાયેલ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા અને જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા રહે. બધા જ કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમા, મોરબી વાળાની હદપારીની દરખાસ્ત પ્રાંત અધિકારી સમક્ષ મોકલાવવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને ચારેય આરોપીને છ મહિના માટે મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાથી હદપાર કરેલ છે

આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં છેલ્લા ૬ વર્ષથી આરોપી નાસતા ફરતા હતો તે આરોપી મોરબી તાલુકાનાં હરિપર ગામ પાસે આવેલ કારખાનામાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે આરોપી રવિ કૈલાશ ઉર્ફે ગુડું નાગર જાતે નટ (૨૫) રહે. તુલસી અડ્ડા, યુપી વાળાની હરિપર ગામ પાસે આવેલ આઇકોલેક્સ કારખાનામાંથી ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

આરોપીની ધરપકડ

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત મળેલ હતી તેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યા કેસના ગુનામાં પાકા કામના આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ (૫૦) રહે. સુસવાવ તાલુકો હળવદ વાળો તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા મેળવી હતી અને તે પરત આવેલ ન હતો જેથી કરીને ફરાર થઇ ગયેલ કેદીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સુસવાવ ગામેથી તેને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.






Latest News