શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેંણાક મકાનમાંથી ૧૬ બોટલ દારૂ સાથે બે પકડાયા 


SHARE











મોરબીના સામાકાંઠે રહેંણાક મકાનમાંથી ૧૬ બોટલ દારૂ સાથે બે પકડાયા 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલા વરીયાનગર વિસ્તારમાં રહેતા બુટલેગરને ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં રહેણાંક મકાનમાંથી પોલીસને વિદેશી દારૂની ૧૬ બોટલ મળી આવતા ઘરધણી સહિત કુલ બે ઇશમોની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરીયાનગર શેરી નંબર-૭ માં રહેતા સંદીપ બેચર ચાંઉ જાતે રાજગોર બ્રાહ્મણ (ઉમર ૨૮) નામના બુટલેગરના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી કોચ વિસ્કીની ૧૬ બોટલ મળી આવી હતી જેથી રૂપિયા ૨૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે સંદીપ બેચર ચાંઉ જાતે રાજગોર બ્રાહ્મણ (૨૮) રહે.વરિયાનગર મોરબી-૨ ની તેમજ તેમાં નામ ખુલતા અશોક દલા રાઠોડ (૩૮) રહે. સોઓરડી વરીયાનગર મોરબી-૨ ની ધરપકડ કરવામાં આવી હતી અને બંને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેઓ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને કોને સપ્લાય કરતા હતા..? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબી વીસીપરા ઇમામ ચોક પાસે રહેતા રસીદાબેન ઇમરાન કરીમ નોતીયાર જાતે મિંયાણા મુસ્લિમ નામની ૩૬ વર્ષીય મહિનાને ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી ૬૦ લીટર દેશી દારૂ મળી આવતા રૂપિયા ૧૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો પકડી મહિલા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ દ્વારા થોડા સમય પહેલા થયેલ વાહન અકસ્માતના બનાવમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેમાં જાણવા મળતી વિગતો મુજબ જેતે સમયે વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ તે ફેટલના બનાવમાં મોરબી તાલુકા પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા ભરત કૈલાસ મેડા જાતે આદિવાસી (૨૬) રહે. કૃષ્ણનગર (કોયલી) હિતેશભાઈ બેચરભાઈ પનારાની વાડીમાં મોરબી મૂળ રહે. ટેમરીયા આમલીવાડા ફળિયા પેટલાવદ જાંબુવા મધ્યપ્રદેશની કલમ ૩૦૪(અ) સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

મોરબી જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ પરિવહન અને ખનીજ ખનન થાય છે પરંતુ મોટા માથાઓના ઇશારે અધિકારીઓ દ્વારા "સમજી વિચારીને" કામગીરી કરવામાં આવતી હોય તેવો ઘાટ જોવા મળે છે અને એકલદોકલ કેસ દેખાડીને કામગીરી કર્યાના સંતોષ માનવામાં આવતો હોય છે તે રીતે જ રાજકોટ વિભાગના જે.એમ. કરમુર દ્વારા મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસેથી ડમ્પર નંબર જીજે ૩ એટી ૩૦૯૨ કે જેમાં બ્લેક ટ્રેપ ભરેલ હતી તેને અટકાવવામાં આવ્યો હતો અને તેના ડ્રાઇવર પ્રવીણ બાવાભાઈ રાઠોડ કે જે માળીયા બાયપાસ ઉપર આવેલ સ્ટોન ક્રસરમાંથી માલ ભરીને નીકળ્યા હતા તેઓ પાસેથી ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી હતી.






Latest News