મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટનામાં દોષીત અધિકારી-પદાધિકારી સામે નામ જોગ ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટનામાં દોષીત અધિકારી-પદાધિકારી સામે નામ જોગ ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા તો પણ હજુ સુધી આ ગુનામાં મુખ્ય આરોપીને પકડવામાં આવેલ નથી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રીએ આ દુર્ઘટનામાં દોષીતો સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર  સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પત્રકાર પરિષદમાં મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, માત્ર પાલિકના સુપરસીડ કરવાથી લોકોને ન્યાય મળશે નહીં તેના માટે આ ઘટનામાં દોષીતોની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવે તે જરૂરી છે અને આરોપીને જેલના સળિયાની પાછળ નાખવામાં આવે તેવી માંગ કરી છે આ ઘટના પાલિકાના અધિકારી, પદાધીકારી કે પછી કલેક્ટર જે કોઈ પણ દોષિત હોય તેની સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ ઘટનામાં સરકાર તેના પક્ષ, નેતા અને અધિકારીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે જો કે, આ કામ આપવા માટે જે કરાર આપવામાં આવ્યો છે તેમાં જે લોકોના નામ અને સહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News