મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી અને હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા આગામી તા. ૧૮ ને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ રવાપર ગામ ખાતે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે ઉમા હોલમાં રાખવામા આવ્યો છે

આ કેમ્પ સવારે ૯ થી ૧ સુધી ચાલશે અને તેમાં નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે આ કેમ્પમાં ડો. પ્રતીક દેસાઈ, ડો. મોસમી ભટાસણા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. યોગીતા જેતપરિયા, ડો. દેવાંશી વસીયાણી, ડો વિશ્વાસ સદાતીયા અને ડો ધારા ચારોલા સેવા આપશે. જેથી કરીને આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ રજિસ્ટ્રેશન વહેલા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ૯૮૯૮૦ ૭૧૪૭૫ તેમજ ૯૦૧૬૫૫૮૯૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અને કેમ્પમાં આવેલા દર્દીઓને સારવારમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને કેમ્પમાં દર્દીઓને તેની જૂની ફાઇલ અને રિપોર્ટ સાથે રાખવા માટે ડો. પ્રતીક દેસાઈએ જણાવ્યુ છે

અનોખી પહેલ

હાલમાં ઠંડી વધી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાગના સાથે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકો પાસેથી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે અને રોટરી ક્લબ દ્વારા નિલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ લોકો પાસેથી સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે જેમાં જુના સ્વેટર, શાલ, જેકેટ, ટોપી, મોજા, મફલર વગેરે આપી શકશે અને આ કપડાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવામાં આવશે અને વધુ માહિતી માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.

આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

મોરબીમાં પ્રાગટ્ય કલીનિક દ્વારા આગામી ૧૮ ડિસેમ્બરબ રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિનામૂલ્યે મોરબીની જનતાને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને આ કેમ્પ તા ૧૮/૧૨ ને રવિવારે બપોરના ૩થી ૭ વાગ્યા દરમ્યાન યોજાશે અને વીસીપરામાં આવેલ આંબેડકર કોલોનીમાં ડો. પરેશ એમ. પારીઆના પ્રાગટ્ય કલીનિક ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાખવામા આવેલ છે અને તેના માટે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જણાવ્યુ છે






Latest News