મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે હથિયાર સાથે પકડાયેલા આરોપી રિમાન્ડ ઉપર


SHARE







મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે હથિયાર સાથે પકડાયેલા આરોપી રિમાન્ડ ઉપર

મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તથા બે જીવતા કાર્ટીસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.


મોરબીના ખાખરેચી દરવાજા પાસે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી અને સ્ટાફ દ્વારા એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે ૧૦૦૦૦ નું હથિયાર અને ૨૦૦ રૂપિયાની બે કાર્ટીઝ કબજે કરી હતી અને આરોપી મકબુલ ઇસ્માઇલભાઇ મનસુરી જાતે પીજારા (૨૨) રહે. ગ્રીન ચોક કુબેરનાથ રોડમેમણશેરીમોરબી વાળાને પકડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

દેશીદારૂના ગુનામાં આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના પોલીસ જુદાજુદા ગુનામાં નોંધાયેલા આરોપીઓની પાસાની દરખાસ્ત મૂકે છે તેવી જ રીતે દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ચોટીલા તાલુકાના ખાટડી ગામના મનોજ મોહનભાઇ સાગઠિયા નામના શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા મોરબી એલસીબી ટીમે ખાટડી ગામેથી આરોપીને પકડીને પાસા વોરંટની બજવણી કરી હાલમાં આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News