મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ


SHARE







ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૯૩ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ કમલમ ખાતે અવાયા હતા ત્યારે ભાજપના આગેવાનોને મળ્યા હતા તેની સાથે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને પણ મળ્યા હતા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથના ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો જવાબ આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકાનું મતદાન યોજાઇ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો સમાવેશ થાય છે અને ત્યાર બાદ મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને બીજા તબકાનું મતદાન જે બેઠકો ઉપર થવાનું હતું ત્યાં પ્રચાર માટે મોકવામાં આવ્યા હતા અને ગઇકાલે બીજા તબકાના મતદાન પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના આગેવાનોને મળ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિલાલ અમૃતિયા સામે હાથથી ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો સાંકેતિક જવાબ આપ્યો હતો






Latest News