મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અને ભાજપનું બુલડોઝર ફરી વળ્યું : આમ આદમી પાર્ટી નામશેષ


SHARE











મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અને ભાજપનું બુલડોઝર ફરી વળ્યું : આમ આદમી પાર્ટી નામશેષ

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી માટે મતદાન થવાને ગણતરીની કલાકો બાકી છે ત્યાર પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિતના યુવાનો આમ આદમી પાર્ટીને છોડીને હાલમાં ભાજપ સાથે જોડાયા છે અને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયાનો વિજય વાવટો લહેરાઈ તેના માટે થઈને કામે લાગ્યા છે જાણવા મળતી વિગત પ્રમાણે માળિયાણા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિપુલભાઈ લખમણભાઇ છૈયા, મોરબી આમ આદમી પાર્ટીના સહમંત્રી નિલેશભાઈ દિનેશભાઈ ઠાકર, માળીયા મીયાણાના આમ આદમી પાર્ટીના સહમંત્રી ગૌરાંગભાઈ હીરાભાઈ કાનગડ, મોરબીના સહ સંગઠન મંત્રી રાકેશભાઈ જેઠાભાઇ કાનગડ અને હર્ષદભાઈ દેવમુરારી સહિતના યુવાનોએ આમ આદમી પાર્ટીને છોડીને વિકાસને વરેલી ભાજપ સાથે જોડાયા છે અને આ ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે અને કાંતિભાઈ અમૃતિયાનો વિજય વાવટો લહેરાય તેના માટે થઈને યુવાનો ભાજપની ટીમ સાથે ખભે ખભા મિલાવીને કામે લાગ્યા છે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીમાં થયેલ ભંગારના કારણે આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોમાં પણ સોપો પડી ગયો છે અને તમામ ઉમેદવારોને આ બેઠક ઉપરથી ધોબી પછડાટ ખાવાનો વારો આવે તો નવાઈ નથી.






Latest News