મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ઓનલાઈનની આડ અસર: મોરબીમાં યુવાનના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશનથી ૨.૫૯ લાખની ચોરી !, કુલ ૨.૮૨ લાખનો મુદામાલ ચોરાયો


SHARE







ઓનલાઈનની આડ અસર: મોરબીમાં યુવાનના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશનથી ૨.૫૯ લાખની ચોરી !, કુલ ૨.૮૨ લાખનો મુદામાલ ચોરાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કારખાનાની ઓરડીમાં યુવાન તેના મિત્ર સાથે સૂતો હતો ત્યારે તેની ઓરડીમા અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કુલ મળીને ચાર મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તેમજ ફરિયાદીના મોબાઇલમાં રહેલ ફોન પે એપ્લીકેશન મારફતે ૨૫૯૪૬૯ આમ કુલ મળીને ૨૮૨૧૬૯ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના મંડો કા તલના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના વીરપરડા ગામની સીમમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શિવિસ માઇક્રોન્સ એલએલપી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી જાતે જાટ (૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તે અને અન્ય મિત્ર તેની ઓરડીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેની ઓરડીમાં પ્રવેશ કરીને ફરિયાદીના પોતાના બે મોબાઈલ ફોન જેની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા તેમજ તેની સાથે રહેલ વ્યક્તિના બે મોબાઈલ ફોન જેની કિંમત ૫૫૦૦ અને થેલામાં પડેલા રોકડા ૨૨૦૦ રૂપિયા તથા ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન પે એપ્લિકેશન હોય તેના મારફતે બેંકના એકાઉન્ટમાંથી ૨,૫૯,૪૬૯ રૂપિયાની રકમની ચોરી કરેલ છે આમ કુલ મળીને ૨,૮૨,૧૬૯ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હોય હાલમાં યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News