મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી એસ.ઓ.જી. ની ટીમે ઘરેલુ અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો


SHARE







 

મોરબી એસ.ઓ.જી. ની ટીમે ઘરેલુ અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો

જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને જામનગર પોલીસને સોપવા માટેની કવાયત કરવામાં આવી છે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશીફસાઇ રહીમભાઇ રાઉમાને મળેલ બાતમી આધારે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી અશોકભાઇ વાલજીભાઇ મધોડીયા જાતે સતવારા (૪૦) રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મકાન નંબર-૧૧૨ મોરબી મુળ ધ્રોલ મોરબી નાકાની બાર દરેડવાડી વાળાને જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે હોવાની હકીકત મળતા તેની તપાસ કરતા ત્યાંથી આરોપીને ઝડપી લીધેલ છે અને આ અંગેની જામનગર જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ છે


યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામ પાસે રહેતો કૈલાશ ભરતભાઈ ચૌધરી નામનો ૪૪ વર્ષનો યુવાન મોરબીના મકનસર ગામ પાસેથી વાહન લઈને જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા ૧૦૮ વડે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બાબુભાઈ ભાણજીભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય વૃદ્ધને પણ સારવાર માટે લઈ જવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે રહેતા ચંદ્રિકાબેન ઉર્ફે ચેતનાબેન સંજયભાઈ આદ્રોજા નામની ૩૮ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર ભવાની હોટલ નજીક તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા ચંદ્રિકાબેન આજ






Latest News