મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર કુંભારપરામાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા


SHARE











વાંકાનેર કુંભારપરામાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા


મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ કુંભારપરામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૮૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા હોવાની સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રવિ ઉર્ફે કાશી કાળુભાઈ વસાણીયા, વિજય નાનુભાઈ ઉઘરેજા, વિજય રમેશભાઈ હણ, સંજય ઉર્ફે સાગર નાનુભાઈ ઉઘરેજા અને અજય અશોકભાઈ સરદીયાને કુલ મળીને ૧૨૮૦૦ ના મુદામાલ સાથે પકડીને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

પત્ની સાથે ઝઘડો થતા દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામે કરસનભાઈની વાડીએ રહીને મજૂરીકામ કરતો રમેશ નાથાભાઈ ડામોર નામનો ૩૫ વર્ષનો આદીવાસી યુવાન ઝેરી દવા પી જતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે બાબતનું માઠુ લાગી આવતા રમેશ ડામોર નામના યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો વસીમ અનવરભાઈ સુમરા નામનો ૩૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગામ નજીક ટ્રેક્ટરની ટોલી સાથે તેનું બાઇક અથડાતા ડાબા પગે તેમજ માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના ગોલાસણ ગામે રહેતો વિક્રમ ધીરજભાઈ બહાપીયા નામનો ૨૫ વર્ષનો યુવાન હળવદના રાણેકપર ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ઇકો કારના ચાલકે તેને પાછળના ભાગેથી હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વિક્રમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના કાલિકા પ્લોટમાં મફતપરા વિસ્તારમાં રહેતા છનુબેન કિશોરભાઈ કાંજીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને પાડોશમાં રહેતા કોઈ વ્યક્તિ દ્વારા પેટના ભાગે લાત મારવામાં આવેલ હોય તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મૂળ મધ્યપ્રદેશનો બાબુભાઈ દીતાભાઇ નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબી નજીક ટ્રક ઉપર ચડીને કામ કરતો હતો ત્યારે તે ટ્રકમાંથી નીચે પડી જતા સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News