મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ


SHARE







મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલા ઉપર છરી, પાઇપ અને છુટા ટાઇલ્સના ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદમાં ખુલ્યું હતું કે, માતાના મકાન વેચાણના પૈસા બાબતે મહિલા ઉપર તેની જ માતા, બેન-બનેવી અને બે ભાણેજ દ્રારા હુમલો કરવામાં આવેલ છે. જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીશીપરાની રહેવાસી નિલમબેન અનિલભાઈ બીજલભાઇ જાદવ (ઉમર ૩૨) કે જેના લગ્ન અમદાવાદ ખાતે થયેલા હોય હાલ તે પતિ સાથે અમદાવાદ એલિસબ્રિજ આંબેડકર કોલોની વિસ્તારમાં નારાયણ માલાની ચાલીમાં રહે છે તેણી મોરબી આવી હતી અને અહીં તેની માતા સવિતાબેનનું મકાન વેચાયું હોય તેના મકાનના પૈસાના ભાગ બાબતે માતા સવિતાબેન તેમજ બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ તેમજ અમદાવાદ રહેતા બે ભાણેજ સુનીલ અને જીગ્નેશ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને પાંચેયએ એકસંપ કરીને નિલમબેનને મૂઢમાર માર્યો હતો તેમજ છરી અને પાઇપ વડે ઇજાઓ પહોંચાડીને છુટા ટાઇલ્સના ઘા કરવામાં આવ્યા હતા.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા નીલમબેન જાદવને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા

ત્યાર બાદમાં ભોગ બનેલ નિલમબેન જાદવ દ્વારા બહેનના દિકરા એટલે કે, સુનિલ અનિલ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ અને માતા સવિતાબેન અનિલ જાદવ રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા અને બનેવી જગદીશ બળવંત દાફડા રહે. બંને મોટા મોવા રાજકોટ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, માતા સવિતાબેનના મકાન વેચાણના પૈસા બાબતે મનદુ:ખ રાખીને ભાણેજ સુનિલ અને જિગ્નેશે છરી અને પાઇપ વડે પોતાને માર માર્યો હતો જ્યારે માતા સવિતાબેન અને બહેન જ્યોતિબેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બનેવી જગદીશભાઈ દ્વારા છુટા ટાઇલ્સના ઘા કરીને ઇજાઓ કરી હતી આ ગુનામાં પોલીસે સુનિલ અનિલ જાદવ (૨૪), જીગ્નેશ ઉર્ફે જીગર અનિલ જાદવ (૨૨) અને માતા સવિતાબેન અનિલ જાદવ (૫૮) રહે. એલિસબ્રિજ આંબેડકર કોલોની અમદાવાદ, બહેન જ્યોતિબેન જગદીશભાઈ દાફડા (૩૫) અને બનેવી જગદીશ બળવંત દાફડા (૪૨) રહે. બંને મોટા મોવા રાજકોટની ધરપકડ કરવામાં આવી છે






Latest News