મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર કોલોની પાસે રહેતા યુવાને પોતાને ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરીને યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકર કોલોનીની પાછળના ભાગમાં રહેતા ભીમાભાઇ કાંતિભાઈ કાંજીયા (ઉંમર ૨૮) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિભાઈ મગનભાઈ કાંજીયાએ મોરબી તાલુકા પોલીસની જાણકરી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જોકે યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી તપાસ ચલાવી રહ્યા છે

બાળકનું મોત નિપજ્યુ

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા મુકેશભાઈ આંત્રેશાના ૧૩ વર્ષના દીકરા મેરૂભાઈને કારખાનાની સામેના ભાગમાં હતો ત્યારે ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે તેના તેના પિતા મુકેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને બાળકના મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News