મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૫ નવેમ્બરે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે અનુરોધ


SHARE







સિંઘના હૈદ્રાબાદમાં તા.૨૫ નવેમ્બર ૧૮૬૮માં જન્મેલા થાંવરદાસ લીલારામ વાસવાણ કે જેઓ વિશ્વભરમાં સાધુ ટી.એલ.વાસવાણી તરીકે આજે પણ પ્રસિધ્ધ છે. દર વર્ષે  તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત અને વિશ્વમાં માંસ રહિત દિવસ અર્થાત મીટલેસ ડે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી ૨૫ નવેમ્બરના રોજ મોરબી ખાતે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામ આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાને કે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સાધુ ટી.એલ.વાસવાણીના જન્મદિન નિમિતે આગામી ૨૫ નવેમ્બરના રોજ મોરબી ખાતે નગરપાલિકાની હદમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મુકવાની રજુઆત કરવામાં આવી હતી. કારણ કે સાધુ વાસવાણીજીએ વિશ્વભરના લોકોને શાકાહારી જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા રોકવા માટે તેમણે લોકોને સમજ આપી હતી. પુનાના સાધુ વાસવાણી મિશનના સંત જસન વાસવાણી આ વિચારધારાને આગળ ધપાવી રહયા છે. આ સંગઠનનું માનવું છે કે જયાં સુધી મનુષ્ય  ભોજન માટે પ્રાણીઓની કતલ કરે છે ત્યાં સુધી વિશ્વ શાંતિની કલ્પના મુશ્કેલ છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માંસહીન દિવસનું મહત્ત્વ સમજી લંડન, સ્પેન, જર્મની, વેસ્ટ ઈન્ડિયા, સિંગાપોર, ન્યૂજર્સી સહિતના દેશો સ્વેચ્છાએ આ ઝુંબેશમાં જોડાયા છે. તેથી મોરબી નગર પાલિકાને પણ રજુઆત કરવામાં આવી છે.






Latest News