સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓએ મૂકી જામીન અરજી: ૨૧મીએ સુનાવણી


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓએ મૂકી જામીન અરજી: ૨૧મીએ સુનાવણી

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે દરમ્યાન સાત આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. તેની વધુ સુનાવણી આગમી તા ૨૧ ના રોજ રાખવામા આવી છે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી અગાઉ આરોપી પ્રકાશ લાલજીભાઈ પરમારે જામીન લેવા માટે અરજી કરી હતી અને હાલમાં મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખદિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયામાદેવભાઈ લાખાભાઈ સોલંકીઅલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલદિલીપભાઈ ગલાભાઈ ગોહિલમુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે આ આઠ આરોપીની જામીન અરજીમાં વધુ સુનાવણી તા. ૨૧ ના રોજ રાખવામા આવી છે




Latest News