મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી : ઉપાડ પેટે લીધેલ પૈસા બાબતે ઘરે પૂછશે તો શું કહીશ તે ચિંતામાં દવા પી ગયેલ સગીરનું મોત


SHARE











મોરબી : ઉપાડ પેટે લીધેલ પૈસા બાબતે ઘરે પૂછશે તો શું કહીશ તે ચિંતામાં દવા પી ગયેલ સગીરનું મોત

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રામપર ગામે ખેત મજૂરી કરતા પરિવારનો પુત્ર ઝેરી દવા પી ગયો હતો જેની સારવાર માટે મોરબી લવાતા સારવાર દરમિયાન મોરબી ખાતે તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં આવેલા રામપર ગામે રહેતા દશરથ વિજયભાઈ કુણાપરા જાતે કોળી નામના ૧૬ વર્ષના સગીરે ઝેરી દવા પી લેતા તેને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં ટૂંકી સારવાર દરમિયાન દશરથ વિજયભાઈ કુણપરા જાતે કોળી નામના ૧૬ વર્ષના સગીરનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અને તે દરમિયાન ખુલ્યુ હતુ કે મૃતક દશરથે પોતાના શેઠ પાસેથી ઉપાડ પેટે રૂા.૫૦૦૦ લીધા હતા અને તે પૈસા પડી જતા કે વપરાઈ જતા ઘરે શું જવાબ આપીશ તે ચિંતા અને બીકમાં તેણે ઉપરોક્ત પગલું ભરી દીધું હતું અને જેથી કરીને તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ મુળી પંથકનો હોય સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતો ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા નામનો ૨૪ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી વાહનમાં જતો હતો ત્યારે ઢુવાના પુલ પાસે તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ. ઝાલા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

ખાણ ખનીજ કાર્યવાહી

મોરબીમાં જ્યાં જુઓ ત્યાં બાંધકામો ચાલી રહ્યા છે અને ખૂબ મોટાપાયે ચોમેર ખનીજ ખનન થઈ રહ્યું છે દરમિયાનમાં કામગીરી બતાવવા માટે સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા એકલદોકલ કામગીરી કરવામાં આવતી હોય છે તે રીતે જ મોરબીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પાસ પરમિટ કે પરવાના વિના ખનીજ લઈને નીકળેલ વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૦૧ ને પકડી પાડીને દંડ વસૂલવા માટે પોલીસ હવાલે કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના સામા કાંઠે ભડીયાદ ગામ પાસે આવેલ વિદ્યાનગરમાં રહેતો સંજય ભરતભાઈ ચંદ્રવાડીયા નામનો 25 વર્ષનો યુવાન ઘર નજીક આવેલ પાનના ગલે ગયો હતો ત્યાં તેને મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News