મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતના એક પખવાડિયા પછી પણ ઝુલતો પુલ દુર્ઘટના મુખ્ય આરોપી કોણ ?: તપાસ ઠેરની ઠેર !


SHARE











નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતના એક પખવાડિયા પછી પણ ઝુલતો પુલ દુર્ઘટના મુખ્ય આરોપી કોણ ?: તપાસ ઠેરની ઠેર !

મોરબીમાં રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતો પુલ ગત તા ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા પરિવારોમાંથી ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેથી કરીને ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો અને ઘટના બે દિવસ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત કરી હતી તેમજ દિવંગતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને આ દુર્ઘટનાની તપાસમાં કોઇ કચાસ ન રાખવામાં આવે તેવી જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી જો કે, અફસોસની વાતએ છે કે, મોદીની મોરબી મુલાકતના એક પખવાડિયા પછી પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ ?, મુખ્ય આરોપી કોણ ? તે સવાલો ઊભા છે અને આટલું જ નહીં હજુ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તે પણ હક્કિત છે

મોરબીની આન, બાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે તા ૩૦ ઓક્ટોમ્બરે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કરીને આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે આવેલા માસુમ બાળકો, સગર્ભા મહિલા, યુવકો, યુવતીઓ, વૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે સીધા જ નદીમાં પટકાયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે અને પથ્થર ઉપર માથા અથડાવાના કારણે ઘટના સ્થળે છે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. અને કુલ મળીને ૧૩૫ લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે જેમાં ૫૦ જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે

જે ગોઝારી દુર્ઘટનાએ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભરતભરમા ખળભળાટ મચાવી દીધો હતો જેથી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત ૧ નવેમ્બરના રોજ મોરબીમાં આવ્યા હતા અને દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. અને જે જગ્યાએથી પુલ તૂટ્યો હતો ત્યાં વડાપ્રધાન આવીને ઊભા રહે ત્યારે જે કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો તેનું બોર્ડ ન દેખાઈ તે માટે તેને તંત્ર દ્વારા જે તે સમયે ઢાંકી દેવામાં આવ્યું હતું જો કે, તે જ દિવસ પાડવામાં આવેલા બીજા ડ\ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે ઓરેવા ગ્રૂપનું ઝૂલતા પુલ ઉપર લાગેલ બોર્ડ દેખાઈ તેવો ફોટો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવીને ગયા અને ઘટનાની તપાસમાં કોઈ કચાસ નહીં રાખવાની અધિકારીઓને સૂચના આપીને ગયા તેને એક પખવાડિયા જેટલો સમય થઈ ગયેલ છે તો પણ અનેક સવાલો આજની તારીખે પણ વન ઉકેલાયેલા છે જેમાં ખાસ કરીને આ દુર્ઘટના પાછળ દોષિત કોણ ?, મુખ્ય આરોપી કોણ ? તે સવાલો ઊભા છે અને આટલું જ નહીં હજુ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તે પણ હક્કિત છે

જે તે સમયે ઘટનાસ્થળે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલાએ ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી આપી હતી તો પછી તપાસ કરતી સીટ સહિતની એજન્સીઓના જવાબદાર અધિકારી છેલ્લા એક પખવાડિયાથી કેમ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી જરૂરી માહિતી મેળવીને કોની બેદરકારીથી ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટના બનેલ છે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરતાં નથી તે પણ સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુલતા પુલનું મેનેજમેન્ટ તેમજ મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધીને બંને એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે જો કે, હજુ મુખ્ય આરોપીઓને પકડવામાં આવેલ નથી ?, મોરબી પાલિકાની જવાબદારી શું તે સૌથી મોટો સવાલ છે ? જો પાલિકાની કોઈ ભૂમિકા નથી તો ચીફ ઓફિસરને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ? આવા અનેક સવાલો ઊભા જ છે જે ચૂંટણી પ્રચારમાં ગુંજશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અમે છેલ્લે જે કરાર ઓરેવા સાથે કરવામાં આવેલ છે તેમાં કલેક્ટર, ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. કંપનીની સહમતિથી કરાર થયો હોવાનું લખ્યું છે છતાં તેની સામે કેમ કોઈ કાર્યવાહી નથી તે પણ મહત્વનો સવાલ છે






Latest News