મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઇ પટેલ ફાઇનલ


SHARE







મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઇ પટેલ ફાઇનલ

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા હતા જેથી કરીને અવઢવ ચાલી રહી હતી અને છેલ્લે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના સિનિયર આગેવાન જયંતીભાઈ જેરાજભાઇ પટેલનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે આવતીકાલે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે

મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠકો પૈકી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે થઈને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે થઈને ખેંચતાણ અંત સુધી ચાલી હતી જોકે છેલ્લે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું નામ ટિકિટના દાવેદાર તરીકે ચાલતું હતું તેમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અને પ્રદેશની નેતાગીરીએ મંથન કરીને છેલ્લે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઇ પટેલની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તેઓ વર્ષ ૨૦૨૨ માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય જયંતીભાઈ જેરાજભાઇ પટેલ સવારે ૧૦ વાગ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયેથી પોતાના સમર્થકો સાથે તેનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર જયંતીભાઈ જેરાજભાઇ પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વખત ટીકીટ આપવામાં આવી છે અને એક વખત તેઓએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી આમ કુલ મળીને તેઓ સાત વખત વિધાનસભાની મોરબી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છે જોકે તેઓને હજુ સુધી એક પણ વખત આ બેઠક ઉપરથી સફળતા મળી નથી ત્યારે આ ચૂંટણીમાં તેઓને સફળતા મળશે કે કેમ ?, મતદારોનો જનાદેશ મળશે કે કેમ ? તે આગામી સમય બતાવશે






Latest News