મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ-કાર્ટીસ સાથે ઝડપેલ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ-કાર્ટીસ સાથે ઝડપેલ આરોપીના રિમાન્ડ મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાંકાનેર તરફના ઓવર બ્રિજ નીચે જવાના રસ્તા ઉપર એક શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની બે પીસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી એસ.ઓ.જી.ની ટીમ તેને પકડીને તેની  સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા એસઓજીના  ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા અને તેની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ અને પાંચ કાર્ટીઝ સાથે બબલુ ઉર્ફે કાલુસીંગ બનસીંગ વાસકેલ જાતે માનકર આદીવાસી (૨૫) રહે. બીલાક કોલોની બારીયા ગ્રામ પંચાયત તાલુકો ગંધવાની જીલ્લો ધાર રાજ્ય મધ્યપ્રદેશ વાળાની ૨૦૦૦૦ રૂપિયાની કિંમતની બે પીસ્તોલ અને ૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ જીવતા કાર્ટીઝ આમ કુલ મળીને ૨૦,૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરી આરોપી હથિયાર કયાથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે






Latest News