મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ


SHARE







માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ

માળીયા મીયાણા નેશનલ હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે આગળ જતા ટ્રક ટેલરના ઠાંઠામાં પોતાનો ટ્રક અથડાવવી દેતા ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેથી હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ભાદલા ગામના રહેવાસી ગાયડસિંગ ગણપતસિંગ ભાટી જાતે રાજપૂત (૨૯) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક તેના ભાઈ મહેન્દ્રસિંગ ગણપતસિંહ ભાટી જાતે રાજપૂત (૨૬) રહે ભાદલા રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ ટ્રક નંબર આરજે ૭ જીઈ ૨૭૫૭ લઈને માળીયા નેશનલ હાઇવે ઉપર ભીમસર ચોકડી પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થતો હતો ત્યારે આગળ જતા ટ્રક ટ્રેલરના ઠાઠામાં તેનું વાહન અથડાયું હતું જેથી કરીને પગમાં અને શરીરે તેમજ બરડના ભાગે ગંભીરી ઇજા થઈ હતી અને તેને સારવારમાં ખસેડાયો હતો જોકે સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ ગણપતસિંહ ભાટીનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને માળિયા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News