મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







માળીયા (મિ)ના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીના રિમાન્ડ મંજૂર

માળીયા (મિ)ના ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાને હવસનો શિકાર બનાવનારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે

માળીયા મિયાણા તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીરા સાથે દૂષકર્મના ગુનામાં આરોપી ભરતભાઇ નારણભાઈ સુરાણી (૪૯)ની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, આરોપીએ જીરું વાવવા માટે ભાગમાં ખેતર રાખ્યું હતું પણ ખેતમજૂરી માટે શ્રમિકની જરૂર પડતા તેણે ગત તા. ૨૧ ના રોજ બહારના પરિવારની એક ૧૪ વર્ષની દીકરીને તે ઘરેથી ખેતરે મજૂરી કરવા લઈ ગયો હતો. અને ત્યાં આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ આરોપીને ઘરે જવાનું કહેતા આરોપીએ સગીરાની એકલતાનો લાભ લઇને હવસનો શિકાર બનાવી હતી. અને સગીરને ધમકી આપી હતી જો કે, સગીરાએ પોતાની સાથે થયેલ દુષ્કર્મની તેના મામાને જાણ કરતા મામાએ માળીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને આ ગુનામાં પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે






Latest News