મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો


SHARE







અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના જેલ રોડ ઉપર લીલા ઘાસચારાનો વાળો રાખીને ત્યાં રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લીલૂ ઘાસ નાખતા વેપારી સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે શહેરના સનાડા, નવલખી રોડ તેમજ બેઠા પુલ પાસે અને અન્ય જગ્યાએ રોડ રસ્તાની આસપાસમાં આવી રીતે લીલા ઘાસના વાડા રાખીને અકસ્માત સર્જાય તેવી રીતે લીલું ઘાસ નાખનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેલ રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં લીલા ઘાસચારાનો વાડો રાખીને ત્યાંથી લીલા ઘાસચારાનું વેચાણ કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. લખધીરવાસ શેરી નં-૩ વાળા ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે અને આ વેપારી દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લીલુ ઘાસ નાખીને તેનો વેપાર કરવામાં આવતો હતો જેથી અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હોય તેની સામે હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોકે મોરબી શહેરના સનાળા રોડ, નવલખી રોડ, સામાકાંઠે બેઠા પુલ ઉપર અને અન્ય જગ્યાએ આવી જ રીતે રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસના ઢગલા કરીને ઘાસચારાનો વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે અને ત્યાં રજડતા ઢોર ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે જેથી રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવાની કામગીરી કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News