મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જેલ રોડે સાડીના શોરૂમ પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના જેલ રોડે સાડીના શોરૂમ પાસેથી બાઈકની ચોરી

મોરબીના જેલ રોડ ઉપર આવેલ સાડીના શોરૂમ પાસે યુવાને પોતાનો બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઇ અંગેની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મેઘાણીની વાડી કેનાલ રોડ પાસે બોરીયા પાટીમાં રહેતા ભીમજીભાઇ રાજેશભાઈ ડાભી જાતે સતવારા (ઉંમર ૨૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૬/૯ ના સાંજના સમયે મોરબીના જેલ રોડ ઉપર આવેલ બિરાજ સાડીના શોરૂમ પાસે હતા ત્યારે ત્યાં પોતાનું બાઈક નં. જીજે ૩ ઈડી ૦૭૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની ભીમજીભાઈ ડાભીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News