મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







ટંકારાના હરીપર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

ટંકારા તાલુકાના હરીપર ગામે વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ એમપીના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ટંકારની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના સેંજાવાડાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હરીપર ગામે ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા (ઉંમર ૩૩) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સાડા ચાર વાગ્યાના અરસામાં કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી ત્યારે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News