સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન


SHARE





મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન

મોરબીના દરબારગઢ ચોકમાં દર વર્ષે દિવાળી ઉપર કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી સોમવાર તા.૨૪ થી ૨૬ સુધી કાલીપુજા કમીટી દ્વારા વર્ષોની પરંપરા મુજબ કાલીપુજા મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

 આ આયોજન માટેની મુખ્ય કમીટીના મેમ્બર્સ લાલુદાસભાઈ, બાબુભાઈ, સદાનંદભાઈ, અશોકભાઈ, નિર્મલભાઈ, બબલુભાઈ, અજીતભાઈ, પ્રિન્ટુભાઈ,ગોપીભાઈ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કાલીપુજા માટે જાજરમાન પંડાલ નાખવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કાલીપુજા સંપુર્ણ દેશમાં ધામઘુમથી ઉજવવામાં આવે છે અને ત્રણ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહાઆરતી, મહાપ્રસાદ, ઢોલ અને સિંદુર ખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા. ૨૬ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમન્વય થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન,પુજન, અર્ચન, મહા આરતી અને સ્મૃતી કરવામાં આવે છે. માં કાલીએ રકતબીજ, ધુમ્રલોચન સહીત અનેક અસુરોનું સંહાર કર્યો છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ અવસરનો લાભ લેવા તમામ જનતાને ભાવભર્યુ આમંત્રણ છે.




Latest News