મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા


SHARE







અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા

અખિલ ગુજરાત રાજપુત યુવા સંધની ૩૧મી વાર્ષિક પ્રદેશ કાર્યકર્તા શિબીર નાથદ્વારા રાજસ્થાન ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તથા મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયા (છત્રાસા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા અને મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયાની વરણી કરવામાં આવતા ડો. જયેંન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, પી.ટી. જાડેજા, આઇ.કે.જાડેજા તથા મોરબીના હાજર તમામ ભાઇઓ બહેનોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી. અને ક્ષત્રિય રાજપુત સમાજની આ ઇન્ટરનેશનલ રાજપુત સંસ્થા છે. અને વિદેશમા લંડન તથા અમેરીકા ખાતે યોજાયેલ રાજપુત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ જયવંતસિંહ એચ. જાડેજા અગાઉ ભાગ લઇ ચુકેલ છે. મોરબી જ્યારે રાજકોટ જિલ્લામાં હતું ત્યારે તેઓ આ સંસ્થાના રાજકોટ જિલ્લાના પ્રમુખ હતા અને હવે તેને મોરબી જીલ્લામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે






Latest News