મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદીર દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમે સામુહીક અસ્થિ વિસર્જન કરાશે


SHARE







મોરબીના જલારામ મંદીર દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમે સામુહીક અસ્થિ વિસર્જન કરાશે

મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીતના દીવંગતોના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે અને અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિવિધ સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ કરેલ છે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા   બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે. હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે દીવાળીના પર્વ પર સુર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૦/૧૦ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતોના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે.

મોરબીમાં તા.૧૯/૧૦ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનો ના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૯/૧૦ સુધીમા શહેરના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા વિનંતી કરેલ છે અને આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.






Latest News