મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?


SHARE







ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?

ટંકારામાં ફાસ્ટફૂડ અને દુધની બનાવટમાં ઝેરી કેમિકલતો નથી પિરસાતુને ? તે જોવાની જવાબદારી કોની છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે નિયમોને ખુલ્લે આમ કોરણે મુકીને જે રીતે ધંધો કરવામાં આવે છે તે લોકોના સ્વથ્યય સાથે ચેડા કરવા જેવી ગંભીર બાબત છે 

મહાનગરોમાં વખતો વખત આરોગ્ય વિભાગની ટીમ અને ભેળસેળ વિભાગ સહિતના અન્ય અધિકારીઓ દુધ દહી કવર યુક્ત ચટણી બેકરી ડેરી અને રોડ રસ્તે લારી ગલ્લા પર નિયમોને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નાના મોટા ધંધાથી ઉપર તવાઈ બોલાવી છે અને ધણુ ખરુ ખોટુ ખરાબ સામે આવતુ પણ રહે છે. ત્યારે ટંકારામા ખુલ્લે આમ જન આરોગ્ય સાથે ચેડા થતા હોય ફ્રુડ લાઈસન્સ કે કોઈ મંજુરી વિના એક પણ નિયમોને પાલન ન કરી સ્વાદનો ધિધ્ધકતો ધંધો ફુલયો ફાલયો છે. ટંકારામાં રંગબેરંગી ચટણી, પાણી, તેલ, લોટ, મસાલો, લચ્છી, દુધની આઈટમો સહિતના વેચાણકરતા કેટલુ ખરૂ ખોટુ કરૈ છે એની ખબર તો જવાબદાર તંત્ર આળસ ખંખેરી ઉભા થાય તો ખબર પડે આ માટે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કક્ષાએ રજુઆત કરી છે.

ટંકારા નગરપાલિકા હોત તો સમયાંતરે આરોગ્ય સાથે ચેડા કરનારને પકડી શક્યા હોત.  સ્વભાવિક પ્રમાણે ટંકારા નગરપાલિકા ન હોય એનો અનેક રીતે ખામયાઝો શહેરીજનો ભોગવી રહ્યા છે એમાનો એક આ આરોગ્ય સાથે ચેડા નો પણ છે જો અહી નગરપાલિકા બને તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અને વખતો વખત ચકાસણી થાય જેથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ટાળી શકાય. તોલમાપ ખાતાના અધિકારીઓ પણ વજન મળી જતા પોબારા ભણી મુકે છે? સામાન્ય રીતે પ્રતી વર્ષ વજન ઓછું અદકુ આવે છે કે કેમ એ માટે માપક યંત્રની યોગ્યતા અને ક્ષમતા નુ ચકાસણી કરવી ફરજિયાત છે એ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પણ હોય છે પરંતુ બધુ સહિ સલામત હોવાનો રાગ આલાપતા અધિકારીઓને વજન મળી જતુ હોવાનુ ખુદ વેપારી મિત્રો કહી રહા છે.






Latest News